ધુળેટીની ઉજવણી બાદ ગુજરાતના ધારાસભ્યો માટે કરાશે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, મેચમાં ધારાસભ્યો લગાડશે ચોગ્ગા અને છગ્ગા


  • Published By :
  • Published Date : 2023-03-15 16:11:08

ગુજરાતમાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટો ભાજપના ફાળે ગઈ છે. ત્યારે આ વખતે વિધાનસભામાં એવી અનેક ઘટનાઓ ઘટી છે જે ઈતિહાસમાં પ્રથમ વખત બની હોય. વિધાનસભામાં ધામધૂમથી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અનેક ધારાસભ્યોએ ઉજવણીમાં ભાગ લીધો હતો ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. 20 માર્ચ બાદ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. 


20 માર્ચ બાદ યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ 

વિધાનસભામાં પ્રથમ વખત ધૂળેટીનું પર્વનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ એકબીજા પર રંગ લગાવ્યો હતો. ત્યારે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે ઈતિહાસમાં પ્રથમ વખત લેવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર પૂર્ણ થાય તે બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી તેમજ કર્મચારીઓ પણ રમશે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્યોની 9 ટીમ બનાવાશે.         




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે