ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજયસિંહનો જોવા મળ્યો અલગ અંદાજ


  • Published By :
  • Published Date : 2022-11-22 14:20:23

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી આ યાત્રા કાશ્મીર જવાની છે. ત્યારે આ યાત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. આ યાત્રા ટૂંક સમયમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. ત્યારે દિગ્વિજય સિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ એકદમ અલગ અને હળવા અંદાજમાં જોવા મળ્યા. 

દિગ્વિજયસિંહનો એકદમ અલગ મિજાજ આવ્યો સામે  

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ યાત્રા મહારાષ્ટ્રથી નિકળી મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ પણ આ યાત્રામાં ભાગ લીધો છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લઈ શકે છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એકદમ અલગ મિજાજમાં દેખાઈ રહ્યા છે. યે દોસ્તી હમ નહીં છોડેંગે ગીત પર તેઓ દિલ ખોલીને ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોએ બધા લોકોનું દિલ જીતી લીધું છે કારણ કે દિગ્વિજયિસિંહનો આવો અંદાજ કોઈએ પહેલા ક્યારેય નહીં જોયો હોય.

  


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે