અમદાવાદના એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 20:58:22


અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પાસે આવેલી શ્રીજી રેસિડેન્સીમાં રહેતા પરિવારે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ ત્રણેય હાલત સ્થિર છે. રામોલ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે.


ત્રણેયની હાલત સ્થિર 

વસ્ત્રાલની શ્રીજી રેસિડેન્સી રહેતા એક પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. માતા-પિતા અને પુત્ર સહિત ત્રણેય સભ્યોએ એકસાથે ઝેર પી લીધું હતું. ત્રણેયને મણિનગરની એલજી હોસ્પિટલમા નાજુક હાલતમાં સારવાર માટે ICUમા દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારે લોનના વ્યાજના કારણે આ પગલું ભર્યું હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 


કેમ આપઘાતનો પ્રયાસ કર્યો ? 


રમૉલ પીઆઈ સી.આર રણાએ જણાવ્યું હતું કે  આપઘાત માટે પ્રયત્ન કરનાર ત્રણેય વ્યક્તિઓની હાલત અત્યારે સ્થિર છે. જેમાં પરિવારમાં પુત્રે 1.50 લાખ રૂપિયાની ઓનલાઇન લોન લીધી હતી, જેનું વ્યાજ ખૂબ વધી ગયું હોવાના કારણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે