ઝારખંડના આશીર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ,પૂજા માટે કરવામાં આવેલા દિવાને કારણે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-02-01 11:24:59

ઝારખંડના ધનબાદ વિસ્તારમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. મંગળવાર સવારે 6 વાગ્યાની આસપાસ 10 માળા વાળા આશીર્વાદ ટ્વીન બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદાજીત 14 લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો દાઝ્યા પણ છે. તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ત્રીજા માળે લાગેલી આગ ચોથા માળે પહોંચી  

આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે એક ભીષણ આગ ઝારખંડના ધનબાદ વિસ્તારમાં લાગી હતી. 10 માળના આશીર્વાદ ટ્વિન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પરિવારે ભગવાન સમક્ષ દીવો પ્રગટાવ્યો હતો. પૂજા દરમિયાન કરવામાં આવેલા દીવાને બાળકે નીચે પાડી દીધો. જેને કારણે કારપેટમાં આગ ફેલાઈ ગઈ. ગેસ સિલિન્ડરના સંપર્કમાં આવવાને કારણે આગ વધુ વિકરાળ થઈ ગઈ અને આખા ફ્લેટમાં ફેલાઈ ગઈ. 


વધી શકે છે મોતનો આંકડો 

આગ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. ચોથા માળ પર લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આગ જોતા લોકોએ બૂમો પાડવાની શરૂઆત કરી હતી. અવાજ સાંભળીને ગાર્ડ બહાર આવ્યો અને આગની ઘટનાની જાણ થઈ. અનેક લોકો બાલ્કનીની બહાર આવી ગયા. પરંતુ દરેક જગ્યા પર આગ જ આગ હતી. જેને કારણે બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો હતો. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 20 ગાડીયો પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજીત 14 લોકોના મોત થયા છે અને આ આંકડો વધી પણ  શકે છે.           




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે