દિવાળીના દિવસે અમદાવાદમાં બન્યો આગનો બનાવ


  • Published By :
  • Published Date : 2022-10-25 11:19:48

હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે દિવાળીના દિવસે મોડી રાત્રે અમદાવાદના સારંગપૂર વિસ્તારમાં આગ લાગી હતી. સારંગપૂર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં આવેલા લાલનું ડેહલું નામની જગ્યામાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ગેસના સિલિન્ડર ફાટતા આગે વિકરાળ રૂપ ઘારણ કર્યું

કાપડ વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગતા, આગે જોતજોતામાં વિકરાળ રૂપ લઈ લીધું હતું. ગોડાઉનની સાથે સાથે અને મકાનો પણ આગની ઝપેટામાં આવી ગયા હતા. આગ લાગવાને કારણે ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. આગ લાગવાને કારણે ત્રણ સિલિન્ડર ફાટ્યા હતા. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો

કાપડના ગોડાઉનમાં તેમજ ઘરમાં આગ લાગતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંતી હતી. 11 જેટલા ઘરોમાં આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.  રહેણાંક મકાનો આગની ઝપેટમાં આવી જતા ઘરમાં રહેતા લોકોનું રેસ્ક્યું કરી લીધું હતું. મળતી માહિતી મુજબ 6 ઘરો સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે