કોરોના સંક્રમણના ભય વચ્ચે અમદાવાદમાં થશે ફ્લાવર શોનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-29 16:16:15

કોરોના સંક્રમણને કારણે અનેક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા હતા. કાંકરિયા કાર્નિવલ, કાઈટ ફેસ્ટિવલ, ફ્લાવર શો જેવા ફેસ્ટિવલો ઉજવવામાં આવતા ન હતા. ત્યારે કોરોના સંક્રમણ ઘટતા આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આ વર્ષે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવવાનું છે. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજવામાં આવશે.  


માસ્ક વગર નહીં આપવામાં આવે એન્ટ્રી 

ફ્લાવર શોને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફ્લાવર શો દરમિયાન બપોરના 2 વાગ્યા બાદ અટલ બ્રીજ બંધ કરી દેવામાં આવશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40થી 45 જેટલા ફ્લાવરના સ્ક્પચર બનાવાયા છે. હજારોની સંખ્યામાં લોકો આ ફ્લવાર શોની મુલાકાત લેશે તેવી શક્યતા છે. માસ્ક પહેર્યા વગર ફ્લાવર શોમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ફ્લાવર શોની મુલાકાત લેનારને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.        


કોરોના સંકટના સમયે આ આયોજન કરવું કેટલું યોગ્ય

એક તરફ કોરોના સંક્રમણ વધવાની ભીતી સેવાઈ રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણ રોકવા એક તરફ તંત્ર કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ તંત્ર જ કાર્યક્રમમાં ભીડ ભેગી કોરોનાને આમંત્રણ આપવા માગતી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.                  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.