અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક ટ્રક ચાલકે બાળકીને કચડી, લોકોએ ડ્રાઈવરને ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2023-11-11 15:45:58

રાજ્યમાં વાહન ચાલકો નિયમોને નેવે મુકીને બેફામ ડ્રાઈવિંગ કરી રાહદારીઓ માટે જોખમી બની રહ્યા છે. દિવાળીના તહેવાર ટાણે અમદાવાદમાં એક બાળકીને ટ્રક ચાલકે અડફેટે લેતા અરેરાટી મચી ગઈ છે. આ હ્રદયદ્વાવક ઘટના અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક બની છે. બાળકીના મોતના સમાચાર સામે આવતા જ પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું છે, તેમના કરૂણ આક્રંદથી માહોલ ગમગીન બની ગયો છે.


હેવાન ટ્રક ચાલકે બાળકીને કચડી નાખી


અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ડ્રાઈવરે રેલવે યાર્ડમાં ટ્રક ઘુસાડતા એક અઢી વર્ષની બાળકીને અડફેટે લીધી હતી. બેફામ બનેલા ટ્રક દ્વારા બાળકીને કચડવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના કારણે ઘટના સ્થળે જ અન્ય લોકોએ ડ્રાઈવરની મારપીટ કરી હતી. આ બાદ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે