મુંબઈમાં ફેશન સ્ટ્રીટમાં ભારે આગ ફાટી નીકળી!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 13:21:50


શનિવાર આટલે 5 નવેમ્બરના દિવસે દક્ષિણ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની ફેશન સ્ટ્રીટની કેટલીક દુકાનોમાં મોટી  આગ ફાટી નીકળી હતી . આગની જાણ થતાજ ફાયરબ્રિગેટની ટીમ  તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા; આ ઘટનામાં ફેશન સ્ટ્રીટ પરની કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.


બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈની ફેશન સ્ટ્રીટની દુકાનોમાં આગ લાગવાની માહિતી શનિવારે મળી હતી અને ત્યારબાદ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. મુંબઈ ટ્રાફિક પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી ફેશન સ્ટ્રીટને ટ્રાફિક માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. 



ફેશન સ્ટ્રીટમાં વધુ કપડાંની દુકાન હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને વિડીઓમાં ફેશન સ્ટ્રીટ વિસ્તારમાંથી નીકળતો ગાઢ કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે અને તેમ ઘણી દુકાનોમાં નુકશાન થયું છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે