મધ્યપ્રદેશમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ટાયર ફાટતા બેકાબૂ ટ્રકે મારી 3 બસોને ટક્કર, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-25 13:39:22

શુક્રવાર રાત્રે મધ્યપ્રદેશમાં એક ગંભીર રોડ અકસ્માત થયો હતો જેમાં 14 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ચુરહટ રીવા નેશનલ હાઈવે પર સર્જાઈ હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની હતી અને રસ્તામાં ઉભેલી ત્રણ બસોને અડફેટે લીધી હતી. આ બસોમાં સવાર લોકો કોલ સમાજના મહાકુંભ કાર્યક્રમમાં સામેલ થયા બાદ સીધી પાછા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

   


નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે વધુ એક અકસ્માત મધ્યપ્રદેશમાં સર્જાયો છે. આ અકસ્માતને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સીધીના ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર શુક્રવાર રાતે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટયું જેને કારણે ટ્રક બેકાબૂ બની ગઈ હતી. બેકાબૂ બનેલા ટ્રકે 3 બસોને અડફેટે લીધી હતી. 


બેકાબૂ બનેલી ટ્રકે મારી ત્રણ બસોને ટક્કર 

મળતી માહિતી અનુસાર સતનામાં આયોજીત કોલ મહાકુંભમાં લોકોને લાવવા લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિંધ્ય ક્ષેત્રના જિલ્લાઓથી લોકોને કાર્યક્રમમાં લાવવા બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તામાં યાત્રિકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની અને પાછળથી આવેલી ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે 8 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા જ્યારે સારવાર દરમિયાન અન્ય લોકોના મોત થયા. 


મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની કરી ઘોષણા  

 ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ તેમજ ઘાયલ થયેલા લોકોને 1 લાખ આપવાની જાહેરાત કરી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે