મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાની ફોરેન્સીક તપાસમાં મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-02 13:13:13

મોરબી ઝુલતા પુલ અકસ્માતમાં ફોરન્સિક લેબોરટેટરીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા આવ્યા છે. આ ખુલાસા અનુસાર કેબલના જે જગ્યાએથી તૂટ્યો હતો ત્યાં ફ્રેમ અને કેબલને કાટ લાગેલા હતા. જે કંપનીને પેટા કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેના માલિકો લાયકાતવાળા એન્જિનિયરો ના હતા. આ કંપનીને કેબલ બ્રિજ સમારકામનો પણ કોઈ અનુભવ ના હતો. 


સમારકામ કરનાર કંપનીને અનુભવ જ ન હતોઃ પ્રાથમિક રિપોર્ટ

છેલ્લા સાત મહિના રિપેરિંગ અને રિનોવેશન દરમિયાન માત્ર ફેબ્રિકેશનનું જ કામ હાથ ધરાયું હતું અને એલ્યુમિનિયમની મેટલ શીટ ચાર લેયરમાં નાખવામાં આવેલી હતી પરંતુ મુખ્ય કેબલ પર કાટ લાગેલો હોવા છતાં બદલાવવામાં આવ્યો ના હતો. મેઈન ફ્રેમ પણ બદલાઈ નહોતી. જે કંપનીને પેટા કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેના માલિકો લાયકાતવાળા એન્જિનિયરો ના હતા. આ કંપનીને કેબલ બ્રિજ સમારકામનો પણ કોઈ અનુભવ ના હતો. આ પેટા કોન્ટ્રાક્ટવાળા લોકો ધ્રાંગધ્રામાં ફેબ્રિકેશનની દુકાન ધરાવતા હતા. 


મેઈન્ટેઈનેન્સ બાદ પણ તમામ વસ્તુઓ કાટ ખાયેલી 

પ્રાથિમક તપાસમાં ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોએ લીધેલા સેમ્પલમાં તેમને જાણવા મળ્યું હતું કે બ્રિજના મેટલ બોલ્ટ, મેટલની ફ્રેમ મેઈન સસ્પેન્શનવાળું દોરડું બધુ જૂનું હતું અને કાટ લાગેલા હોય તેવા હતા. બ્રિજ ખુલ્લો મૂકતા પહેલા નિયમો હોય છે કે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી ફિટનેસનું સર્ટિફિકેટ લેવું પડતું હોય છે. આ ફિટનેસ લીધું નથી કે લેતા ભૂલી ગયા હશે કે રસ નહીં પડ્યો હોય તે પૂરી તપાસ થઈ જશે તેના પછી જ ખબર પડશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે