ચૂંટણી પૂર્વે યોજાઈ અર્બુદા સેનાની બેઠક, કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન ન આપવાની કરાઈ જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-15 11:39:01

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જતા હોય છે. ચૂંટણી પહેલા અનેક સમાજો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે અર્બુદા સેનાએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. એવી અટકળો વહેતી થઈ હતી કે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. પરંતુ આ અટકળોનો અંત આવ્યો છે. વિપુલ ચૌધરીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. 

Image

Image

પાઘડી રાખી યોજ્યું સંમેલન

ચૂંટણી પહેલા અનેક રાજકીય ઉથલ-પાથલ જોવા મળી રહી છે. દરેક પાર્ટી રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે માણસાના ચરાડામાં અર્બુદા સેના ગુજરાત સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરી ન વર્તાય તે માટે વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાન પર  પાઘડી રાખવામાં આવી હતી.   

અર્બુદા સેના નથી આપવાની રાજકીય પાર્ટીને સમર્થન 

ચૂંટણી પૂર્વે અર્બુદા સેનાએ કોઈ પણ પક્ષને સમર્થન ન આપવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલન માત્ર સામાજીક મુદ્દાઓને લઈ યોજાઈ છે. અર્બુદા સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અર્બુદા સેના કોઈ પણ રાજકીય પાર્ટીને સમર્થન નથી આપવાની. માત્ર બીન રાજકીય સંગઠન તરીકે કામ કરશે. ઉપરાંત વિપુલ ચૌધરી પણ ચૂંટણી નથી લડવાના તેવી પણ જાહેરાત કરવામાં આવી છેે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે