અમરેલીમાં મુસ્લિમ પરિવારે બનાવ્યું રામ મંદિર! તાઉતે વાવાઝોડામાં મંદિરને થયું હતું નુકસાન તો મુસ્લિમ પરિવારે કરાવ્યો જીણોધ્ધાર !


  • Published By :
  • Published Date : 2023-05-16 12:03:54

ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે. અનેક મંદિરો એવા છે જેની ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાથી એક એવી ઘટના સામે આવી છે જે સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરે છે. વાત એમ છે કે મુસ્લિમ પરિવારે  રામ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો છે. રામ મંદિરનો જીણોધ્ધાર મુસ્લિમ પરિવાર દ્વારા કરાવામાં આવ્યો છે. આ પહેલા પણ આ મંદિર મુસ્લિમ સમાજની જમીન પર બનાવામાં આવ્યું હતું.


મુસ્લિમ પરિવારે રામ મંદિરનો કરાવ્યો જીણોધ્ધર! 

આપણે જ્યારે હિંદુ મુસ્લિમ અંગેની વાત કરીએ અથવા તો સમાચાર સાંભળીએ તો આપણી આંખોમાં જે તસવીરો આવે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ અમરેલીથી એક ઘટના સામે આવી છે જે આપણી ધારણાને ખોટી સાબિત કરશે. અમરેલી જિલ્લામાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવાની બાબત સામે આવી છે. એક મુસ્લિમ પરિવારે રામ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે, જે મંદિર બે વર્ષ પહેલાં તોફાનમાં ક્ષતિગ્રસ્ત થયું હતું. વર્ષ 2021માં આવેલા ચક્રવાતમાં આ મંદિરને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ બે વર્ષ પછી તે ભવ્ય સ્વરૂપમાં પાછું બનાવવામાં આવ્યું છે. અને તે મુસ્લિમ સમુદાયે આ વાત શકય બનાવી છે 


રામ મંદિર બનાવા મુસ્લિમ પરિવારે આપી હતી જમીન!

અમરેલી જિલ્લાના જાર ગામમાં વર્ષો પહેલાં આ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ સમયે આ મંદિર માટે એક મુસ્લિમ પરિવારે જમીન આપી હતી. તાઉતે તોફાનથી મંદિરને નુકસાન થયું હતું, પરંતુ હવે આ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જ્યારે તાઉતે ચક્રવાતમાં મંદિરને નુકસાન થયું હતું, ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસી દાઉદભાઈ લાલીયાના પરિવારે વર્ષો જૂના સૌહાર્દને આગળ વધારવાનું નક્કી કર્યું હતું.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.