ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ , જાણો રાજ્યમાં કયા સુધી રહેશે વરસાદી માહોલ ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:32:11

હવામાનની આગાહી મુજબ રાજ્યના અમુક જિલ્લાઓમાં હજી જામશે વરસાદનો માહોલઓક્ટોમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહવાની શક્યતા રહેશે ..

હાલ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હાલ ઋતુ બેવડી છે બપોરે ગરમી અને રાત્રે ઠંડકનો અહેસાસ થશે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.' હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

 

આગામી થોડા દિવસ વરસાદનો માહોલ રહશે !!!!

આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદનો માહોલ જામશે. હાલ ડાંગના પાકમાં નુકશાન થઈ રહ્યું છે. હવામનની આગાહી મુજબ હજુ 4 દિવસ હળવો વરસાદ થઈ શકે છે.

 

ગઈ કાલે રાજ્યમાં વરસાદનો માહોલ હતો.

ગઈકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજ મન મૂકીને વરસ્યા હતા. ગઈ કાલે રાજકોટ, અમદાવાદ, નર્મદા, અરવલ્લીમાં વધુ વરસાદ પડ્યો હતો 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે