ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતોને ધ્યાનમાં રાખી લોકો મોટા મોટા ગુન્હાઓ કરી દેતા હોય છે. ઘણા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા કપલો ચર્ચામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા મુંબઈથી બે એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં રિવ ઈન રિપેશનશીપમાં ઝઘડો થતાં પોતાના પાર્ટનરને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. ત્યારે એક કિસ્સો હરિયાણાના ગુરૂગ્રામથી સામે આવ્યો છે જેમાં ઘાયલ અવસ્થામાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. પોલીસે મોતને શંકાસ્પદ ગણીને હત્યા થઈ હોય તે એન્ગલથી તપાસ શરૂ કરી અને તેની લિવ ઈન રિલેશન પાર્ટનર વિરૂદ્ધ નોંધયો છે.
ઈજાગસ્ત હાલતમાં સંદીપને હોસ્પિટલ ખસેડાયો
આજની પેઢીના લોકોમાં લિવ ઈન રિલેશનશિપનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક એવા કપલ છે જે લિવ ઈનમાં રહે છે. પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં પાર્ટનરની હત્યા કરી દેવામાં આવી હોય. મુંબઈથી આવા સમાચારો સામે આવ્યા હતા ત્યારે હવે આવા સમાચાર હરિયાણાના ગુરૂગ્રામથી સામે આવ્યા છે. પૂજા શર્મા નામની યુવતી પોતાના લિવ ઈન પાર્ટનરે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગઈ હતી. જે વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેનું નામ સંદીપ છે અને તેની લિવ ઈન પાર્ટનરનું નામ પૂજા છે.
તરબૂચ કાપતી વખતે સર્જાઈ દુર્ઘટના!
સંદીપને છાતીના ભાગ પર ચપ્પુ વાગ્યું હતું અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. પોલીસને આ વાત શંકાસ્પદ લાગતા આ મામલામાં હત્યાનો એન્ગલ લાવી તપાસ આરંભી હતી. સંદીપના લિવ ઈન પાર્ટનરની અટકાયત કરી લીધી છે. પૂછપરછ કરાતા પૂજાએ કહ્યું કે તરબૂચ કાપતી વખતે સંદીપની છાતીમાં છરી વાગી હતી જેને કારણે સંદીપને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થઈ ગયું હતું