એચ ટી મકવાણાએ ચોટીલામાં દેહવ્યાપાર કરતી હોટેલોની સામે કરી કડક કાર્યવાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-31 19:02:54

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે. 

Deputy Collector H.T. Makwana Crushes Billion-Rupee Coal Racket in Chotila

નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા આ અગાઉ , ચોટીલાના ગેરકાયદેસર દબાણોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હવે , ચોટીલામાં જે પણ હોટેલોમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર ચાલી રહ્યો હતો તે હોટેલોની સામે , કડક કાર્યવાહી કરવામાં આવી છે.  આ પછી નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વહીવટી તંત્રની ટીમ અને ડમી ગ્રાહકો દ્વારા તપાસ કરાવતા ' સીટી પેલેસ હોટેલ ' અને ' બાલાજી હોટેલ ' માં ખુલ્લેઆમ દેહવ્યાપાર ચાલતો હોવાનું પુરવાર થયું હતું આ પછી નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્વારા , બંને હોટેલોના માલિકોને Immoral Traffic (Prevention) Act, 1956 ની કલમ 18(1) હેઠળ હોટલો સીલ, ક્લોઝર નોટિસ ફટકારાઈ છે.  ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા સામાન્ય નાગરિકોને ચોટીલા ડિવિઝનમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવુતિ ચાલતી હોય તો તેની જાણ કરવા અપીલ પણ કરી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે