Anand Nagar Police Stationનો એક પોલીસ અધિકારી ફૂલ પી ને ઢેં થયેલી હાલતમાં ઝડપાયો, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-21 11:07:08

ગુજરાતમાં દારૂબંદી છે આ વાક્ય જ્યારે વાંચતા હશે ત્યારે કટાક્ષ વાળી સ્માઈલ તમારા ચહેરા પર આવી જતી હશે.. એવું કહેશો કે આ વાત કહીને તમે મજાક કરી રહ્યા છો..! દારૂબંદીના કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. રોજે એટલા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં આ કાયદાનો ભંગ સરેઆમ થતો હોય છે. અનેક વખત તો જેની પર આ કાયદાનું પાલન કરવાની જવાબદારી હોય છે તે જ કાયદાનો ભંગ કરતા નજરે પડે છે. ત્યારે એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં જોવા મળે છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મી ગાડીની આગળની સિટ પર ઉંઘી રહ્યા છે અને પાછળની સીટ પરથી દારૂની બોટલ મૂકેલી દેખાય છે.

પીધેલી હાલતમાં દેખાયો પોલીસકર્મી!

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં કોઈ વ્યક્તિ દારૂના નશામાં દેખાતો હોય છે. નશાની હાલતમાં તેને ખબર નથી હોતી કે તે શું કરી રહ્યા છે. અનેક પોલીસકર્મીઓ પણ દારૂના નશામાં દેખાય છે. વર્દીમાં હોય અને પીધેલી હાલતમાં હોય તેવા પણ અનેક કિસ્સાઓ આપણી સામે હશે. ત્યારે એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે જેમાં ગાડીમાં પોલીસકર્મી પીને ઢેં થઈ ગયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં સૂતેલા પોલીસ કર્મી આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. 


પોલીસની છબી આવા કિસ્સાઓથી થાય છે વધારે ખરાબ!

પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે પરંતુ અનેક વખત પોલીસકર્મી દ્વારા કરવામાં આવતો વ્યવહાર, પોલીસ કર્મીઓનો વાયરલ થતો વીડિયો આપણા મનમાં પોલીસની છબીને ખરાબ કરે છે. પોલીસને જોતા લાગે કે પોલીસ હમણાં દાદાગીરી કરશે ગેરવર્તન કરશે વગેરે વગેરે...! આવા પોલીસ હોય છે એની ના નહીં પરંતુ સારા પોલીસ પણ હોય છે જે પોલીસની છબીને સારી રાખતા હોય છે. તેમને જોઈ આપણો અભિગમ પોલીસ પ્રત્યે બદલાઈ જાય. પ્રશ્ન એ થાય કે જેની પર સુરક્ષાની જવાબદારી છે, કાયદાનું પાલન કરાવાની જવાબદારી છે તે જ કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરશે તો પોલીસની છબી વધારે ખરાબ થશે તે નક્કી છે! 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે