Ahmedabadમાં પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, પોલીસકર્મીને કરાયો ટ્રાફિક પોલીસના હવાલે, જાણો ક્યાં સર્જાયો અકસ્માત?


  • Published By :
  • Published Date : 2024-01-23 12:02:31

અકસ્માત થવો જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. અકસ્માતને કારણે અનેક લોકોના જીવ ગયા છે. બેફામ રીતે ચલાવવામાં આવતા વાહનોને કારણે અનેક પરિવાર પોતાના સભ્યને ગુમાવે છે. આ બધા વચ્ચે અમદાવાદ શહેરમાં એક અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. અને જે વ્યક્તિથી આ અકસ્માત સર્જાયો છે તે નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ વાઘેલા છે. પ્રાથમિક માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા અને તે વખતે અકસ્માત સર્જાયો હતો.  

News18 Gujarati

અકસ્માતમાં ટળી જાનહાની!

અમદાવાદમાં નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. ગાડી સ્પીડમાં હોવાને કારણે આ અકસ્માત સર્જાયો છે તેવી માહિતી મળી છે. અને જે વ્યક્તિએ આ અકસ્માત સર્જ્યો છે તે પોલીસ કોન્સ્ટેબલ હતા. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે નથી આવી પરંતુ પોલીસ કોન્સ્ટેબલની ગાડીને નુકસાન થયું છે. 

News18 Gujarati


પોલીસ કોન્સ્ટેબલને કરાયો ટ્રાફિક પોલીસને હવાલે!

લોકો દ્વારા એવા પણ આક્ષેપો કરાયા હતા કે પોલીસ કર્મી નશાની હાલતમાં હતો અને ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. અકસ્માતને કારણે લોકોના ટોળે ટોળા ત્યાં હાજર થઈ ગયા. સ્થાનિકો સાથે બોલાચાલી પણ થઈ હોય તેવી વાત સામે આવી છે. પોલીસકર્મીને ટ્રાફિક પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 


કાયદાનું પાલન કરાવનાર અનેક વખત કરે છે કાયદાનો ભંગ!

મહત્વનું છે કે જેમની પર  કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તે જ જો કાયદાનો ભંગ કરશે તો? અનેક વખત હેલ્મેટ વગર વાહન ચલાવતા આપણે પોલીસકર્મી દેખાય છે તો કોઈ વખત તોડ કરતા પોલીસકર્મી દેખાય છે! ત્યારે આજે ફરી એક વખત પોલીસ વિભાગ ચર્ચામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અકસ્માત સર્જાયો હોવાની માહિતી  સામે આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે