કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવાતા ગુજરાતમાં શરૂ થયો પોસ્ટર વોર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:47:49

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત થયા છે. આમ આદમી પાર્ટી પણ પોતાનો પ્રચાર જોર-શોરથી કરી રહી છે.  ભાજપ પણ આ અંગે ઘણી ગંભીર છે. દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. વડોદરા ખાતે તેઓ આપનો પ્ર્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા પોસ્ટર વોર શરૂ થયો છે. અરવિંદ કેજરીવાલનું પોસ્ટર લાગેલું છે જેમાં લખાણ કરવામાં આવ્યું છે કે હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિંદુ ક્રિયાઓ કરીશ નહી, બીજા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં. 

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર, ગુજરાતભરમાં આપનો વિરોધ કરતા બેનર લાગ્યા

આપના ચૂંટણી પ્રચાર વચ્ચે થયો આપનો વિરોધ  

અનેક જગ્યાઓ પર આપ પ્રચાર કરી રહ્યું છે. હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આપના પ્રચાર દરમિયાન, ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત અનેક જગ્યાઓ પર આ પ્રકારના પોસ્ટર લાગેલા છે. આ પોસ્ટર આપ નેતાનો વિડીયો વાયરલ થયા બાદ લગાવવામાં આવ્યા છે. દિલ્હીના મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામુહિક ધર્મ પરિવર્તન કરવામાં આવતો વિડીયો વાયરલ થયો છે. આવા પોસ્ટર લગાવાતા ગુજરાતની રાજનીતિમાં ધર્મ આધારિત રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. લગાવામાં આવેલા પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવવામાં આવી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણને ભગવાન માનીશ નહીં. આવા અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આવા પોસ્ટર લગાવવામાં આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.     

 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે