કોરોના કેસમાં નોંધાયો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 5 હજારથી વધુ કોરોના કેસ


  • Published By :
  • Published Date : 2023-04-06 10:28:17

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનો આંકડો સતત વધતા ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા 5335 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 25,587 પર પહોંચી ગઈ છે.

     

ગઈકાલે નોંધાયા હતા 4 હજારથી વધુ કેસ 

એક સમય એવો હતો જ્યારે કોરોના સંક્રમિતોનો આંકડો ઓછો નોંધાતો હતો. પરંતુ થોડા દિવસોથી સંક્રમિતોનો આંકડો હજારોમાં આવી રહ્યો છે. ગઈકાલે કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કાલે આંકડો 4 હજારથી વધુનો નોંધાયો હતો. 4435 લોકો કોરોના સંક્રમિત થયા હતા ઉપરાંત 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. દેશના અનેક રાજ્યોમાંથી નોંધાતા કોરોના સંક્રમિતોના આંકડો ડરાવી રહ્યો છે.  


વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર થઈ એક્ટિવ  

કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. રાજ્યોને પણ કોરોના કેસ પર નજર રાખવા કહી દીધું છે. વધતા કોરોના કેસની પાછળ કોરોનાના નવા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનને કારણે પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા લોકોએ પણ સતર્ક રહેવું પડશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે