ચૂંટણી પહેલાં ભાજપ-AIMIM વચ્ચે ગુપ્ત મીટિંગ થતા સર્જાયા તર્ક-વિતર્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:58:49

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત શાબ્દિક પ્રહારો થતા રહે છે. ત્યારે ફરી એક વખત આપે ભાજપ પર પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ મીડિયા રિપોર્ટનો સહારો લઈ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપના દિગ્ગજ નેતાઓ AIMIMના મુખ્યાલય પહોંચ્યા હતા ઉપરાંત સાબીર કાબલીવાળા સાથે બંધબારણે બેઠક યોજાઈ છે તેવી મીડિયા રિપોર્ટમાં જાણ કરવામાં આવી છે.   


કેમ ઓવૈસી પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી - ઈસુદાન 

મીડિયાના અહેવાલ પ્રમાણે આસ્ટોડિયા ખાતે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, ધર્મેન્દ્ર શાહે AIMIMના નેતાઓ સાથે ઓવૈસીના મુખ્યાલય ખાતે જઈ બેઠક કરી હતી. કોર્પોરેટર સાથે વાતચીત કર્યા બાદ સાબીર કાબલીવાળા જોડે પણ બેઠક કરી હતી. આ વાત પર ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા લખ્યું કે ભાજપ સત્તા મેળવવા કેટલી હદે જઈ શકે છે એનો આ પુરાવો છે. ઔવેસીને ભાજપ ભડકાઉ ભાષણો કરાવી એના વીડિયો કટિંગ ગ્રૂપમાં ફેરવી લોકોને ભરમાવવાનો પ્લાન કર્યો હશે.ઉપરાંત ભડકાઉ ભાષણને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા. ઓવૈસી ઉપર હજી સુધી ED,ITની રેડ નથી પડી. આટલા ભડકાઉ ભાષણ પર કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? આ મુદ્દા પર ગોપાલ ઈટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. 



મનીષ સિસોદિયાએ પણ ભાજપ પર કર્યા પ્રહાર

આ વાતને લઈ મનીષ સિસોદિયાએ પણ ભાજપ પર પ્રહાર કરતું ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે આ શું થઈ રહ્યું છે. બીજેપી અને AIMIM વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી? બીજેપી દેશને બતાવે આ બંને વચ્ચે શું ડિલ થઈ છે.

 

શું સાચે હાલમાં જ થઈ છે બેઠક ?

ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સાચે ભાજપના નેતાઓએ AIMIMના નેતાઓ સાથે બેઠક કરી હતી. શું આ મુલાકાત સાચે થોડા સમય પહેલાની છે. શું સાચે હાલમાં જ ભાજપના નેતાઓ અને સાબીર કાબલીવાળા વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી?  આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આ ડિજિટલ મીડિયાનો જમાનો છે. જૂની વાતને પણ જો પીરસવામાં આવે તો તે પણ નવી લાગે છે.              



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે