રાજકોટના મવડી નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-11-14 16:53:15

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુ એક ગોઝારો અકસ્માત રાજકોટના મવડી નજીક સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા. લોખંડના ટીપ ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજકોટના મવડી ગામ પાસે આવેલા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટીલાળા ચોક નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં અમદાવાદથી જામનગર તરફ જતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત થવાને કારણે ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી.    




બે લોકોના નિપજ્યાં મોત

અનેક લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવે છે. તો અનેક લોકો અકસ્માતને કારણે ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે વહેલી સવારે ટીલાળા ચોક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લોખંડના ટીપ ભરેલ ટ્રકની ટક્કરે કાર અથડાતા બે લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતને પગલે તે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.     





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે