કર્ણાટકમાં બન્યો અકસ્માતનો બનાવ, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-05 12:10:04

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. અનેક મોતને પણ ભેટી રહ્યા છે. બુધવાર રાતે કર્ણાટકમાં એક અકસ્માત થયો હતો જેમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ચિનપુરમાં આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વાહન ઝાડ સાથે અથડાતા આ અકસ્માત થયો હતો અને 5 જેટલા લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા. 

આ અકસ્માતમાં થયા 5 લોકોના મોત 

કર્ણાટકના ચિંચનુર જિલ્લામાં એક વાહન ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને કારણે 5 જેટલા લોકોએ ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર મરનાર લોકો શ્રદ્ધાળુઓ હતા અને તે લોકો સાવદત્તીના રેણુકા યલ્લ્મ્મા મંદિર જઈ રહ્યા હતા. વાહનચાલકે વાહન પરથી નિયંત્રણ છોઈ બેસતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. 5 લોકોના મોત થયા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પર રાજ્યના મંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને સહાય આપવાની જાહેરાત પણ કરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે