કેરળમાં બન્યો ગંભીર અકસ્માત, ચાર લોકોના થયા ઘટનાસ્થળ પર મોત


  • Published By :
  • Published Date : 2023-01-23 09:06:42

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થયો છે. લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવો જ અકસ્માત કેરળના અલપુઝ્ઝામાં બન્યો છે જેમાં ચાર લોકોના મોત થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. સારવાર માટે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે પણ મોતને ભેટ્યો છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. 

  

અકસ્માતમાં પાંચ લોકોના થયા મોત

દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. અનેક લોકો પોતાનો જીવ રોડ અકસ્માતમાં ગુમાવતા હોય છે. ત્યારે એક ગંભીર અકસ્માત કેરળમાં બન્યો છે જેમાં ઘટનાસ્થળ પર જ ચાર લોકોના મોત થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માતને કારણે પાંચ લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે બની હતી. ગાડી અને લોરી વચ્ચે ટક્કર થઈ હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે