Vadodaraથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો જે જોઈને તમને આ ચટાકેદાર પાણીપુરી નહિ ભાવે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 16:14:48

પાણીપુરીના શોખીન અનેક લોકો હોય છે. સામાન્ય રીતે મહિલાઓ જ્યારે શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપુરી ખાઈને આવતી હોય છે. અનેક વખત મહિલાઓ કહેતી હોય છે કે બહાર જેવો પાણીપુરનો સ્વાદ ઘરે નથી આવતો. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોયા બાદ કદાચ તમે બહારની પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો.   વડોદરાનો આ વાયરલ વીડિયો જોઈને તમે પાણીપુરી ખાવાનું ભૂલી જશો.

કાદવવાળા ગંદાપાણીમાં બનાવાય છે પાણીપુરીનો મસાલો! 

મોટાભાગના ગુજરાતીઓને પાણીપુરી ભાવતી હોય છે, એ પણ બહારની પાણીપુરી. ત્યારે હાલ વડોદરાનો પાણીપુરીવાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, પાણીપુરીની લારીવાળા બે યુવાનો પગથી બટાકા દબાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સાથે રોડની નીચે કાદવવાળા ગંદાપાણીમાં બટાકા પડી જાય છે તે પણ તે ઉઠાવીને અંદર નાંખી દે છે. 


ગંધાતા પગથી ખૂંદીને તૈયાર કરવામાં આવી રહ્યો છે માવો! 

જે વીડિયો સામે આવ્યો છે તે વડોદરાનો છે. પગથી ખૂંદીને પાણીપૂરીનો માવો બનાવાતો હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ભેરૂનાથ આઇસ્ક્રીમ શોપ પાસેનો આ વીડિયો હોવાનું અનુમાન છે. જેમાં ફૂટપાથ પર જ તપેલામાં બાફેલા બટાકાને ગંધાતા પગથી ખૂંદીને માવો તૈયાર કરવામાં આવી રહ્યો છે.  

ફૂડ વિભાગની કામગીરી પર પણ ઉઠે છે અનેક સવાલ! 

સ્વાદના શોખીનોના આરોગ્યને જોખમમાં મૂકતા આ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. ફૂટપાથ પર પણ ગંદકી જોવા મળે છે તો જે પાણીમાં બટાકાને બાફવામાં આવ્યા છે તે પણ ગંધાતુ હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યુ છે. આવામાં વડોદરા કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકોને બીમારીમાં ધકેલતા આવા રેંકડીવાળા જે રીતે જાહેર રોડ પર જ પગથી ખૂદી પાણીપૂરીનો માવો બનાવી રહ્યા છે તે જોતા કોર્પોરેશન કે અન્ય કોઇ તંત્રની ધરાર ડર ન હોવાનુ પણ જણાઇ રહ્યુ છે. જો કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ દુકાનને તાળુ મારી દુકાનદાર ફરાર થઇ ગયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે