સાપુતારામાં ભીષણ અકસ્માત, 2 મહિલા અને એક બાળકી સહિત 4 લોકોના કરૂણ મોત


  • Published By :
  • Published Date : 2024-01-04 19:33:01

રાજ્યના લોકપ્રિય પર્યટન સ્થળ સાપુતારામાં એક ખતરનાક માર્ગ અકસ્માતમાં  4 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં 2 મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સાપુતારા પોલીસ દ્વારા ઘટના અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


કઈ રીતે સર્જાયો અકસ્માત?


પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ, ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાંથી નાસીક તરફ બળતણંના લાકડા ભરી જતી ટ્રક ચાલક દ્વારા ટ્રકના સ્ટિયર્રીંગ પરનો કાબુ ગુમાવી જતા ટ્રક પલ્ટી મારી જવા પામી હતી. ટ્રક પલ્ટી જતા રસ્તા ઉપર આવી રહેલ ક્રેટા કારને ટ્રકે અડફેટ લીધી હતી. જેમા કારમા સવાર એક જ પરીવારના 4 વ્યક્તીઓના કરૂણ મોત નિપજ્યા હતા. કારમા સવાર એક બાળક, બે મહિલાઓ તેમજ એક પુરૂષનું જગ્યા સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમા ગમગીન વાતાવરણ બની જવા પામ્યુ હતુ. સાપુતારા ઘાટમાર્ગમાં થયેલ ગંભીર અકસ્માતની જાણ સ્થાનિક સાપુતારા પોલીસ તેમજ નોટીફાઇ કચેરીને થતા તાત્કાલિક પોલીસકર્મીઓ તેમજ નોટીફાઇના કચેરીના સ્ટાફ દ્વારા ક્રેનની મદદથી કારમા બદાયેલ વ્યક્તીઓને બચાવવાની રાહત કામગીરી હાથ ધરવામા આવી હતી. કારમા સવાર એક મહિલા ગંભીર રીતના ઘાયલ થઇ હતી. જે ગંભીર થયેલ મહિલાને તાત્કાલિક નજીની હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે