દેશના આ રાજ્યોમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! અકસ્માતમાં થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-05-29 10:14:13

અકસ્મતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થતા હોય છે. ત્યારે ગંભીર રોડ અકસ્માત આસામના ગુવાહટીમાં બન્યો છે જેમાં 7 જેટલા  લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તે સિવાય કર્ણાટકમાં પણ ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. 

  

આ મામલે પોલીસ કરી રહી છે તપાસ

રોડ અકસ્માતમાં અનેક પરિવારો પોતાના વ્હાલ સોયાને ગુમાવતા હોય છે. અકસ્માતમાં પરિવારજનના મોતથી પરિવારનો માળો વિખેરાઈ જતો હોય છે. ત્યારે આસામના ગુવાહાટીમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત સાત જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તે વિદ્યાર્થીઓ હતા. આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. પ્રારંભિક તપાસ અનુસાર મૃતકો વિદ્યાર્થીઓ હતા અને આ દુર્ઘટના ગુવાહાટીના જલુકબારી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બની છે.        


કર્ણાટકમાં પણ સર્જાયો અકસ્માત! 

કર્ણાટકમાં પણ રોડ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કર્ણાટકના કોપ્પલ જિલ્લા નજીક આ અકસ્માત સર્જાયો હતો. ગાડીની ટ્રક સાથેની ટક્કર થતાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા હતા.મૃતકોમાં બે બાળકો સહિત 6 લોકોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર તમામ મૃતકો વિજયપુરાના રહેવાસી હતી અને કારમાં તેઓ બેંગ્લુરૂ જઈ રહ્યા હતા, જ્યારે ટ્રક ગુજરાત આવી રહી હતી. તે સમય દરમિયાન આ અકસ્માત થયો છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ મૃતકોને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે