40 ફૂટ ઉંંડી ખીણમાં ગાડી પડી જતા તમિલનાડુમાં સર્જાઈ દુર્ઘટના, 8 શ્રદ્ધાળુના મોત


  • Published By :
  • Published Date : 2022-12-24 10:15:44

તમિલનાડુમાં એક મોટી રોડ દુર્ઘટના સર્જાઈ છે. થેની જિલ્લા નજીક ગાડીએ કાબૂ ગુમાવ્યો જેને કારણે ગાડી ખીણમાં ઘસી પડી. આ દુર્ઘટનાને કારણે ગાડીમાં સવાર આઠ લોકોના મોત થયા છે. જાણકારી આપતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે આ ગાડી 40 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી અને આઠ શ્રદ્ધાળુના મોત થયા છે. 

 

દર્શન કરી પરત ફરતી વખતે બની દુર્ઘટના 

રોડ અકસ્માતની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં અનેક વખત ગાડી ખીણમાં પડી જવાથી દુર્ઘટના સર્જાતી હોય છે. દિલને દહેલાવી દે  તેવી ઘટના તમિલનાડુ નજીક કુમુલી પર્વત પર બની છે.  40 ફૂટ ઉંડી ખીણમાં ગાડી ખાબકી જવાથી આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ગાડી પરનો કાબુ ગુમાવતા આ હાદસો બન્યો છે. આ ઘટનાની જાણ થતા થેની જિલ્લાના કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.  આ ઘટનાની જાણકારી આપતા કલેક્ટરે જણાવ્યું કે સબરીમાલા મંદિરના દર્શન કરી દર્શનાર્થીઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં આઠ લોકો મોતને ભેટ્યા છે.    





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે