ઉત્તરપ્રદેશમાં સર્જાઈ દુર્ઘટના, લખનઉમાં પાંચ માળની ઈમારત થઈ ધરાશાઈ


  • Published By :
  • Published Date : 2023-01-25 12:47:07

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકોના મોત થયા છે. વઝીર હસન રોજ પર આવેલી પાંચ માળની બિલ્ડીંગ તૂટી પડી હતી. આ ઘટનામાં અંદાજીત ત્રણ લોકોના મોત થયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ઉપરાંત અનેક લોકો આ બિલ્ડીંગની નીચે ફસાયા પણ હોઈ શકે છે તેવી આશંકા સેવાઈ રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.


નાયબ મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત 

મંગળવારની રાત્રે લખનઉમાં એક બિલ્ડીંગ ધરાશાઈ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ માળની બિલ્ડીંગ હોવાને કારણે અનેક લોકો આ બિલ્ડીંગ નીચે દબાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતુ. ઘટના સ્થળની મુલાકાત નાયબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી. 


તપાસ કમિટીની કરાશે રચના 

આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવશે જે સાત દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરશે. આ કમિટીની રચના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ  બાદ કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ધરાથાયી થતા આ બિલ્ડીંગ નીચે અનેક લોકો ફસાયા છે જ્યારે અંદાજીત ત્રણ લોકોના મોત થયા છે. અંદાજીત 16 લોકોનું રેસ્ક્યું કરી લેવામાં આવ્યું છે અને રેસ્ક્યુંનું કાર્ય ચાલી રહ્યું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે