પશ્ચિમ બંગાળમાં સર્જાઈ દુર્ઘટના! વીજળી પડવાને કારણે થયા અનેક લોકોના મોત! અનેક જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-28 08:43:48

દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક રાજ્યોમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.  ગુરૂવારે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની વચ્ચે વીજળી પડવાની ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. આ અંગે એક અધિકારીના જણાવ્યા અનુસાર પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. 


વીજળી પડવાને કારણે થયા અનેક લોકોના મોત! 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કોઈ જગ્યાએ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે તો કોઈ જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે સાથે વીજળી પડવાને કારણે પશ્ચિમ બંગાળમાં દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મુખ્યત્વે ખેડૂતો હતા. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમના મોત થઈ ગયા હતા. 


મૃતકોમાં ખેડૂતોની સંખ્યા વધારે હતી!

આ મામલે આપદા પ્રબંધન અધિકારીએ જણાવ્યું કે વીજળી પડવાને કારણે પૂરબ બર્ધમાન જિલ્લામાં ચાર, મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગના જિલ્લામાં બે લોકોના મોત થયા છે. પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણ જિલ્લામાં 6 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મરનારમાં ખેડૂતો વધારે હતા. ખેતરમાં કામ કરતી વખતે આસમાની વીજળી વરસી અને તેમના મોત થઈ ગયા. ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   


કમોસમી વરસાદને લઈ કરવામાં  આવેલી આગાહી!  

કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ સિક્કિમ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, રાજસ્થના અનેક વિસ્તારો, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ઓડિશા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં  આવી છે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.