અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવાર સાથે સર્જાઈ દુર્ઘટના, કાર અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-01-17 08:47:15

અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. કારમાં સવાર અમદાવાદનો ગોંડલિયા પરિવારને વડોદરાના વરણામા નજીક અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર થતા કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા જ્યારે અન્ય બે લોકો અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત થયા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉપરાંત વરણામા પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે.  



ઘટના સ્થળે થયા ત્રણ લોકોના મોત 

અનેક લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. અકસ્માતોની સંખ્યા પણ વધી છે. નેશનલ હાઈવે પર વધારે અકસ્માતો નોંધાઈ રહ્યા છે. વડોદરા નજીક અમદાવાદથી મુંબઈ જઈ રહેલા પરિવારને અકસ્માતનો સામનો કરવો પડયો છે. નેશનલ હાઈવે 48 પરના વરણામાં ગામ પાસે ગાડી અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત 

મળતી માહિતી અનુસાર પૂર ઝડપથી આવી રહેલા કન્ટેનરે ગાડીને પાછળથી ટક્કર મારી હતી. જેને કારણે આ અકસ્માત થયો હતો. કન્ટેનર ગાડીની પાછળ ઘૂસી ગયું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે