Panchmahalમાં સર્જાઈ દુ:ખદ ઘટના, ખાડામાં ન્હાવા ગયેલા બાળકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-09-26 12:41:58

રમતા રમતા બાળકો એવી મસ્તી કરતા હોય છે જે તેમના પરિવારને ભારે પડી શકતી હોય છે. મસ્તીમાં મસ્તીમાં બાળકો દ્વારા કરવામાં આવતી વસ્તુઓ કોઈ વખત તેમના માટે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે ઘોઘંબામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. 



એક સાથે થયા ચાર બાળકોના મોત!

પોતાના દીકરાઓ દરેકને પોતાની જાન કરતા વ્હાલા હોય છે. બાળક ભવિષ્યનો સહારો બનશે તેવી દરેક માતા પિતાને આશા હોય છે. માતા-પિતાને મુખાગ્નિ સંતાનો આપે તેવી આશા માતા પિતાને હોય છે પરંતુ અનેક વખત એવું બનતું હોય કે પિતાએ પોતાના સંતાનને મુખાગ્નિ આપવી પડે છે. ત્યારે પંચમહાલમાં એક દુખદ દુર્ઘટના સર્જાઈ છે. ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં ખાડામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાંથી ચાર બાળકોના મોત થઈ ગયા છે. વહેલી સવારે રમતા રમતા બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા અને તળાવમાં ન્હાવા પડ્યા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ પરિવારના બાળકોના મોત ખાડામાં ડૂબી જવાને કારણે થયા છે જેને કારણે પરિવારમાં આક્રાંદ વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે બાળકોના મોત થયા છે તેમના નામ છે - સંજય બારીયા જેની ઉંમર 10 વર્ષની હતી. 9 વર્ષનો પરસોત્તમ બારીયાનું નિધન થયું છે. તે ઉપરાંત 11 વર્ષના રાહુલ બારીયાનું મોત પણ તળાવામાં ડૂબી જતા થયું છે. 11 વર્ષીય અંકિત બારીયા પણ મોતને ભેટ્યો છે. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 



સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે