Rajkotમાં યુવાનોનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, રોલા પાડવા આ લોકો બીજાના જીવને મૂકે છે જોખમમાં!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-31 14:50:17

સ્ટંટ કરતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. બાઈક પર બેઠેલો વ્યક્તિ કોઈ વખત છુટ્ટા હાથે ગાડી ચલાવે છે તો કોઈ વખત એટલી સ્પીડમાં ગાડી ચલાવે છે કે તેને જોઈ ટેન્શન થવા લાગે કે આ વાહનને કારણે અકસ્માત ન સર્જાય. થોડા સમય પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક જ વાહન પર પાંચ જેટલા લોકો બેઠા હતા ત્યારે ફરી એક વખત દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વાહન પર છ જેટલા લોકો સવારી કરી રહ્યા છે. એક વ્યક્તિ ઉભો થઈ ગયો છે. 

રાજકોટથી સામે આવ્યો સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો 

અનેક વાહન ચાલકો એવી રીતે ગાડી ચલાવતા હોય છે જેને જોતા લાગે કે આ લોકો શું રસ્તાને બાપનો રસ્તો માને છે? અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં સ્ટંટ કરતા લોકો બીજાના જીવને જોખમમાં મૂકે છે. એક તરફ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ બેફામ બનેલા લોકો અકસ્માત સર્જે છે. રાજકોટમાં કાલાવડ રોડ પર યુવાનોનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કાલાવાડ રોડ અને મોટા મવા રોડ પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. 


એક જ વાહન પર અનેક લોકો કરી રહ્યા છે સવારી! 

સોશિયલ મીડિયા પર રીલ મૂકવા માટે અનેક વખત યુવાનો સ્ટંટ કરતા દેખાતા હોય છે. રીલ મૂકી લાઈક મેળવવાની ઈચ્છા એટલી બધી હોય છે કે પોતાના જીવનને તો ઠીક પરંતુ બીજા જીવનને પણ જોખમમાં મૂકતા હોય છે. થોડા સમય પહેલા વડોદરાથી આવો વીડિયો સામે આવ્યો હતો જેમાં વાહન પર પાંચ લોકો સવારી કરતા દેખાયા હતા. લોકોમાં કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કાયદા જાણે તોડવા માટે જ બનાવાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેવું લાગે છે. મહત્વનું છે કે આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર અનેક વખત વાયરલ થતા હોય છે. ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર લોકો જ નહીં પરંતુ પોલીસ પણ કરી રહી છે. 

અનેક વખત પોલીસ દ્વારા લેવામાં આવે છે સ્ટંટબાજો વિરૂદ્ધ એક્શન  

પોલીસ દ્વારા લોકો જાગૃત્ત થાય તે માટે અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે. કાયદા વિશે લોકો જાણે તે હેતુથી પોલીસ દ્વારા કાયદાની માહિતી શેર કરવામાં આવતી હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ આવા સ્ટંટ કરતા લોકોને પકડે છે તેમને કાયદાનું ભાન કરાવે છે. અનેક વખત પોલીસ દ્વારા આવા દંડાત્મક પગલા પણ કાયદો તોડનાર વિરૂદ્ધ કરવામાં આવ્યા છે.               



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.