ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી સક્રિય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:08:55

ગુજરાતમાં પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. વિવિધ સ્થળો પર આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

આપનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં પ્રચાર કરવા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અને અલગ-અલગ શહેરોમાં જઈ ચૂંટણી લક્ષી પ્રચાર કરી રહ્યા છે.  રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે આપે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધન દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવું પણ કહ્યું હતું.   'આપ'ના સૈનિકા આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનાવશે.


ઈસુદાને કહ્યું કે ગુજરાતમાં આપની સરકાર બનવા જઈ રહી છે

 પોતાના સંબોધનમાં ફરી એક વખત ઈસુદાને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. ઉપરાંત ગઢવીએ કહ્યું કે આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનવાની છે.


ટેકાના ભાવ નક્કી કરવાની છૂટ ખેડૂતોને આપી 

ખેડૂતોને લગતો મુદ્દો ઉપાડી ઈસુદાને ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે આ ચોમાસુ ભાજપનું છે એટલે આપણે કઈ કરી શકીએ નહીં, પરંતુ આવતા ચોમાસે આમ આદમીની સરકાર બનતા તમારા કપાસ, મગફળીના ભાવ તમારે નક્કી કરવાના. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે