વધુ 12 ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટીએ કર્યા જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:08:31

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટી રણનીતિ સાથે આગળ વધી રહી છે. તબક્કાવાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી રહી છે. ત્યારે ફરી એક વખત ઉમેદવારોનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 

Image

ચાર તબક્કામાં ઉમેદવારોના નામો થયા છે જાહેર

આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી લડવા જઈ રહી છે. ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા, ભગવંત માન, રાઘવ ચડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ હજી સુધી કુલ 29 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી યાદીમાં 9 નામ જાહેર કરાયા હતા. ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ ડિકલેર કરવામાં આવ્યા હતા. જ્યારે ચોથી ઉમેદવારી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.  







ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે