ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:53:39

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  ત્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ એકદમ ગંભીર બની છે. તબક્કાવાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે આજે આપે ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું છે. 

 

ભાજપે તેમજ કોંગ્રેસે નથી કર્યા ઉમેદવારોના નામ જાહેર

ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી પંચની ટીમ પણ ગુજરાતની મુલાકાતે આવી હતી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ હવે થોડા સમયમાં જ ચૂંટણીની તારીખ જાહેર થઈ જશે. ભાજપ તેમજ કોંગ્રેસમાંથી કોઈએ પણ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા ત્યારે આમ આદમી પાર્ટીએ હજી સુધી 73 ઉમેદવારોનું નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે છઠ્ઠું લિસ્ટ આપે જાહેર કર્યું છે. ભૂજથી આપે રાજેશ પંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઈડરથી જયંતીભાઈ પ્રણામી, અમદાવાદની નિકોલ સીટ પરથી અશોક ગજેરાને મેદાનમાં ઉતાર્યા છે. કોડિનારથી વાલજીભાઈ મકવાણા ચૂંટણી લડવાના છે. મહુધા બેઠક પરથી રવજીભાઈ વોઘેલા,  બાલાસિનોરથી ઉદયસિંહ ચૌહાણ ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે