આમ આદમી પાર્ટીએ સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, ગુજરાતમાં ઝોન મુજબ નેતાઓને સોંપાઈ જવાબદારીઓ


  • Published By :
  • Published Date : 2023-01-04 15:15:55

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. તે મુજબ ઈસુદાન ગઢવીને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ બનાવાયા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી બનાવાયા છે. અલ્પેશ કથિયીયાને સુરતના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ઉપરાંત ડો. રમેશ પટેલને પણ જવાબદારી સોંપાઈ છે. સૌરાષ્ટ્રની જવાબદારી જગમલ વાળાને સોંપાઈ હતી. જેવલ વસરાને પણ જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત કૈલાશ ગઢવીને પણ જવાબદારી અપાઈ છે. 

Image


ગોપાલ ઈટાલિયા પાસેથી છીનવાયું પ્રદેશ અધ્યક્ષ પદ

ગુજરાતમાં ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ ઘણી મહેનત કરી હતી. ગુજરાતમાં જોર-શોરથી પ્રચાર કર્યો હતો. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 182માંથી 5 સીટો પર વિજય મેળવ્યો હતો. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા પછી આમ આદમી પાર્ટીએ મંથન કર્યું છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જે જવાબદારી પહેલા ગોપાલ ઈટાલિયા સંભાળતા હતા તે જવાબદારી હવે ઈસુદાન ગઢવી સંભાળશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. ગઈકાલે તેમની મીટિંગ મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે