આમ આદમી પાર્ટીએ ગરબાને બનાવ્યું પ્રચારનું માધ્યમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:09:38

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાખીયો જંગ જામવાનો છે. તમામ પાર્ટી પોતોના પ્રચાર માટે સામ,દામ, દંડ અને ભેદની રાજનીતિ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી લડતી આપ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો છોડતો નથી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં લોકો ઝાડુ લઈને ગરબા કરતા નજરે પડી રહ્યા છે.

ઝાડુ લઈ ગરબા કરતો વિડીયો કર્યો શેર 

નવરાત્રીનો પર્વ હાલમાં જ પત્યો છે. ગુજરાત અને ગરબા એ પર્યાય છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવે છે. પોતાનો પ્રચાર કરવાનો મોકો કોઈ પણ પાર્ટી છોડવા  માગતી નથી. ગાંધી જયંતીનો પણ ઉપયોગ પાર્ટીઓએ પોતાના ફાયદા માટે કર્યો હતો. ત્યારે આ વખતે આપના નેતાએ એક વિડીયો શેર  કર્યો છે. જેમાં લોકો ઝાડૂ લઈ ગરબે ઘૂમી રહ્યા છે. ઈસુદાન ગઢવીએ કેપ્શન આપ્યું કે વાહ ગુજરાત વાહ. હવે પરિવર્તન નિશ્ચિત છે. શું ખરેખર વિડીયોમાં દેખાતા લોકો, આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા કે પછી પોતાની કોઈ પરંપરા અંતર્ગત હાથમાં ઝાડુ લઈ ગરબે ઘૂમ્યા હતા, તે એક પ્રશ્ન બની ગયો છે.  

     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે