બીજા તબક્કાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ વધાર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 11:25:45

બીજા તબક્કાના મતદાન પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં સ્ટાર પ્રચારકોને લાવ્યા છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા કરી રહ્યા છે. આ વખતે હરભજન સિંહ પણ ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે. અનેક સ્થળો પર રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Image

Image

આપનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 

ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ગુજરાતમાં પ્રથમ તહક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કા માટે પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અનેક વખત ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. 

Image

Image

અનેક સ્થળો પર યોજાશે રોડ-શો 

જો આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ શો યોજાવાનો છે. ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, ભગવંત માન, અલ્પેશ કથિરિયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન પણ જનસભા યોજવાના છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે