ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી, ગુજરાતમાં સીટો મળતા કેજરીવાલે ખુશી વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 19:06:54

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે. ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 182 બેઠકમાંથી 5 બેઠકો મેળવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલે આ વાતને એકદમ સકારાત્મ રીતે લીધી છે.

 

ભાજપનો મજબુત કિલ્લો ભેદી કાઢ્યો છે - કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે પોતાના વીડિયો બનાવી ગુજરાતના આપના કાર્યકર્તાઓનો તેમજ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. પોતાના મેસેજમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલ્લો ભેદી કાઢ્યો છે. અને આગામી ચૂંટણીમાં જીતવામાં સફળ રહીશું. તેમણે કહ્યું કે તેમની પાર્ટીને 39 લાખથી વધુ મત મળ્યા છે. માત્ર 10 વર્ષના સમયમાં આમ આદમી પાર્ટી રાજકીય પાર્ટી તરીકે સંસ્થાપિત થઈ ગઈ છે. 


રાષ્ટ્રીય પાર્ટીમાં આપનો પણ સમાવેશ - કેજરીવાલ

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશવાસીઓનો ખુબ-ખુબ આભાર. ગુજરાત વિધાનસભાની પરિણામ આવી ગયા છે અને ઘણી સીટો આવી છે. જેટલા મતો આપને ગુજરાતથી મળ્યા છે તે પ્રમાણે કાયદેસર રીતે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં માત્ર ગણતરીની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે જેમાં હવે આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે