AAPનાં કાર્યકર્તાઓએ Bhupat Bhayaniને પકડીને સવાલ કર્યા તો.... સાંભળો શું આપ્યો જવાબ?


  • Published By :
  • Published Date : 2023-12-28 11:18:34

થોડા સમય પહેલા ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય પદ પરથી તેમજ આમ આદમી પાર્ટી સાથેનો નાતો તેમણે છોડી દીધો હતો.એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે. આજે ભૂપત ભાયાણીની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેમણે આમ આદમી પાર્ટી કેમ છોડી? સવાલો સાંભળીને તમને પણ થશે કે આ વ્યક્તિએ વાત તો સાચી કહી. 

આપના કાર્યકર્તાઓએ ઘેર્યા ભૂપત ભાયાણીને

આપણે જ્યારે મત આપીએ છીએ ત્યારે આપણે આપણા પ્રતિનિધિને જોઈને, પાર્ટીને જોઈને મત આપીએ છીએ. જેને ભાજપ ગમતી હશે તે તેના ઉમેદવારને મત આપશે, જો તેમને કોંગ્રેસ ગમતી હશે તો તે કોંગ્રેસને મત આપશે અને જો તેમને આમ આદમી પાર્ટી ગમતી હશે તો તે આપને વોટ આપશે. લોકો ઉમેદવાર અને પાર્ટીને જોઈને મત આપતા હોય છે. પરંતુ જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી કોઈ બીજી પાર્ટીમાં જતું રહે ત્યારે? એ ન માત્ર પાર્ટી સાથે વિશ્વાસઘાત થયો કહેવાય પરંતુ એ મતદારોનું પણ અપમાન છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે