AAP ફરી CBIના સકંજામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 14:37:18

દિલ્હીમાં કથિત લિકર પોલીસી કોભાંડમાં ગઈ કાલેજ સાંજે વિજય નાયરની ધડપકડ કરવામાં આવી હતી.. વિજય નાયર મનીષ સિસોદિયાના નિકટના માનવામાં આવે છે અને તેઓ એક એન્ટરટેઇનમેન્ટ અને ઈવેન્ટ મીડિયા કંપનીના પૂર્વ સીઈઓ હતા.

 
કેજરીવાલના આક્ષેપ

CBI દ્વારા વિજય નાયરની ધડપકડ બાદ અરવિંદ કેજરીવાલએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે . તેમણે ટ્વીટ કરીને કહ્યું ગઈકાલે આમણે AAPના એક નાના કાર્યકર્તા વિજય નાયરની ધરપકડ કરી લીધી છે. જેઓ પંજાબ બાદ ગુજરાતનું કોમ્યુનિકેશન જોઈ રહ્યા હતા. તેના પર ખોટી રીતે મનીષ સિસોદિયાનું નામ લેવા પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં AAPના ઝડપથી વધતા ગ્રાફને જોઈને લોકો ગાંડા થઈ ગયા છે.



પંજાબ જીતામાં મોટો હતો હાથ

કલ ધડપકડ બાદ આપ પ્રવરક્તાએ કહ્યું વિજય નાયરનો મોટો હાથ હતો પંજાબ જીતાડવામાં અને તેમણે અત્યારે ગુજરાત ચૂંટણીમાં કોમ્યુનિકેશન સ્ટ્રેટર્જી બનાવી રહ્યા હતા. એવા સમય પર તેમની લિકર પોલિસીના નામ પર ધરપકડ બતાવે છે કે ભાજપ દરેક રીતે AAPને કચડવાનો પ્રયાસ કરી રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે