રાજ્ય સરકારે 5 અને 10 રૂપિયા વીઘાના ભાવે ગૌચર જમીનો વેચી: AAP


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:17:36

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજયગુરૂએ ભાજપના ભ્ર્ષ્ટાચારને ખુલ્લો પાડતા આકરા પ્રહારો કર્યા હતા. રાજયગુરૂએ ગૌશાળાઓને આર્થિક સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો આ ઉપરાત તેમણે ભાજપ સરકાર પર ગૌચરો સસ્તામાં વેચી મારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગૌશાળાના સંચાલકોને 500 કરોડની સહાય અંગે બજેટમાં જાહેરાત કરી પણ પૈસા મળ્યા નથી.અમુક ગૌશાળાના સંચાલકોને ચેક આપી ભાજપ સરકારે નાટક કર્યું છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીએ ગૌચરની જમીન મુદ્દે યોજેલી પત્રકાર પરિષદમાં ઈન્દ્રનીલ રાજયગુરૂએ આ ઘટષ્ફોટ કર્યો હતો. 


સરકારે પ્રતિ વિઘો 5 અને 10 રૂપિયે ગૌચરની જમીન વેચી


ગૌચરની જમીન મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ગૌચરની જમીન સરકારે વેચાણ કરી દીધી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં સૌથી વધુ ગૌચરની જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતુ. પોરબંદરમાં રાષ્ટ્રીય કથાકાર રમેશભાઈ ઓઝાનો આશ્રમ પણ ગૌચરની જમીન પર બન્યું હોવાનો આરોપ કર્યો હતો. ગૌચરની જમીનો રૂપિયા 5 અને 10માં પ્રતિ વિઘો વેચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.


ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓનો કબજો

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર  પ્રહાર કરતા કહ્યું એ ભૂમાફિયાઓએ ગૌચરની જમીનોને કબજે કરી લીધી છે. ગૌચર પર નિર્ભર લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેઓ ગાયો સાથે ક્યાં જાય? તેઓને એવી જગ્યાએ જવાની ફરજ પાડવામાં આવે છે જ્યાં જવાનું કાયદેસર રીતે પ્રતિબંધિત છે. સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને ગૌચરની જમીન ખાલી કરાવી જોઈએ જેથી ગાય ત્યાં ચરવા અને ફરવા જઈ શકે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે