દિલ્હી MCDમાં BJP અને AAPના કાઉન્સિલરો ફરી બાખડ્યા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-24 21:34:23

દિલ્હી  MCDમાં 15 વર્ષ બાદથી એકહથ્થું શાસન કરતા ભાજપે સત્તા ગુમાવ્યા બાદ ભાજપને આ પરાજય પચતો નથી. આમ આદમી પાર્ટીએ ભાજપના હાથમાંથી સત્તા આંચકી લેતા ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે સતત તંગદીલી સર્જાતી રહે છે. આજે ફરી બંને પાર્ટીના કાઉન્સિલરો બાખડી પડ્યા હતા.


BJP અને AAP કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી


દેશની રાજધાની MCD હાઉસમાં 36 કલાક પણ પસાર થયા ન હતા કે ફરી એકવાર તે જ દ્રશ્ય જોવા મળ્યું. MCDમાં સ્થાયી સમિતિની ચૂંટણી દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કાઉન્સિલરો ગૃહની અંદર એકબીજાને મારતા જોવા મળે છે. શુક્રવારના દિવસે કાઉન્સિલરો બુધવારે રાત્રે જે જોવા મળ્યા હતા તેના કરતા એક ડગલું આગળ વધી ગયા હતા. 


શા માટે કાઉન્સિલરો બાખડ્યા?



દિલ્હી MCDની સ્ટેન્ડિગ કમિટી માટે ચૂંટણી પંચના અધિકારીઓએ સ્થાયી સમિતિમાં બંને પક્ષોમાંથી ત્રણ-ત્રણ સભ્યોની પસંદગી કરી હતી, પરંતુ મેયર શૈલી ઓબેરોયે ભાજપના કાઉન્સિલરના વોટને અમાન્ય જાહેર કર્યા બાદ MCD હાઉસમાં હંગામો શરૂ થયો હતો. ભાજપનું કહેવું છે કે જ્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું છે કે મત માન્ય છે અને ફરીથી મત ગણતરીની જરૂર નથી. તેમ છતાં મેયરે તે મતને અનવેલિડ જાહેર કર્યો હતો. ભાજપના કાઉન્સિલરોએ AAP પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આમ આદમી પાર્ટી તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના કાઉન્સિલરો દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. AAPનું કહેવું છે કે મેયર પર પણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે