AAPનો ઝાંઝવતી પ્રચાર શરૂ ,કેજરીવાલ અને ભગવંત માન સહિતના નેતાઓ પાંચ દિવસ ગુજરાતમાં !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 16:19:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે ઝંઝાવતી પ્રચાર શરૂ થયો છે. રાજકીય પક્ષોના નેતાઓ હવે ગુજરાતમાં રોડ શો અને જાહેરસભાઓ સંબોધી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આજથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને રાઘવ ચઢ્ઢા આજથી 25 નવેમ્બર સુધી અલગ અલગ જગ્યાએ જાહેરસભા અને રોડ શો યોજશે.


આજે અલગ અલગ જગ્યાએ રોડ શો 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20, 21, 22 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રચાર કરશે. આજે 20 નવેમ્બરના રોજ હાલોલ ખાતે સાંજે 4 વાગ્યે રોડ શો કરશે. 21મી નવેમ્બરે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે રોડ શો કરશે. 22 નવેમ્બરે બપોરે 2 વાગ્યે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે ત્યારબાદ રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેરસભાને સંબોધશે.


ભગવંત માન કેજરીવાલ કરતાં વધુ ગુજરાતમાં પ્રચાર કરશે !

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલથી 5 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21, 22, 23, 24 ,25 નવેમ્બર સુધી તેઓ પ્રચાર કરશે. 21 નવેમ્બર સવારે 11 વાગ્યે ઉમરગામમાં રોડ શો કરશે. બપોરે 3 વાગ્યે કપરડા ખાતે રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે ધરમપુરમાં રોડ શો કરશે અને સાંજે 6:00 વાગ્યે વાંસદામાં રોડ શો કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે ડાંગમાં રોડ શો કરશે. સાંજે 4:30 વાગ્યે નવસારી રોડ, સાંજે 6 વાગ્યે ઉધના રોડ ખાતે રોડ શો કરશે. 23 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે નિઝર રોડ, બપોરે 1:00 વાગ્યે વ્યારામાં, બપોરે 3:00 વાગ્યે માંડવી રોડ, સાંજે 5 વાગ્યે ઝઘડિયા રોડ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે કરજણ રોડ, બપોરે 2 વાગ્યે નાંદોદ રોડ, બપોરે 3:30 સંખેડા રોડ, સાંજે 5:30 જેતપુર છોટા ઉદેપુરમાં રોડ શો કરશે. 25 નવેમ્બર સવારે 11 વાગ્યે માંગરોળ બારડોલીમાં, બપોરે 3 વાગ્યે બારડોલીમાં અને સાંજે 6 વાગ્યે ઓલપાડમાં રોડ શો કરશે.


રાઘવ ચઢ્ઢાએ પણ પ્રચાર કમાન હાથમાં લીધી 

રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢા પણ 21, 22, 23, 24 નવેમ્બરના રોજ 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે. 21 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે ધાંગધ્રામાં રોડ શો કરશે. રાત્રે 7 વાગ્યે ચોટીલામાં જનસભાને સંબોધિત કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે કાંકરેજમાં જનસભાને સંબોધિત કરશે. રાત્રે 8 વાગ્યે પાટણમાં જનસભાને સંબોધિત કરશે. 23 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે મોડાસામાં રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે પ્રાંતિજ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે બાલાસિનોરમાં, સાંજે 5 વાગ્યે ઠાસરામાં રોડ શો કરશે.






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.