અબડાસાના AAPના ઉમેદવાર વસંત ખેલાણીએ ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2022-11-28 09:52:49

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા સુરત આપના ઉમેદવાર કંચન જરીવાલા એકાએક ગાયબ થઈ ગયા હતા અને બીજા દિવસે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી ત્યારે હવે કચ્છમાં અબડાસા વિધાનસભા બેઠકના ઉમેદવાર વસંત ખેલાણીએ વીડિયો બહાર પાડી ભાજપને ટેકો જાહેર કર્યો છે.

વીડિયો બનાવી ભાજપના ઉમેદવારને આપ્યું સમર્થન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વીડિયો સામે આવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટીએ દરેક બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે થોડા દિવસો પૂર્વે સુરત આપના ઉમેદવાર કંચન જરીવાલા એકાએક ગાયબ થઈ ગયા હતા અને બીજા દિવસે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારે કાર્યકર્તાઓ અનુસાર કચ્છમાં આપના નેતા અને અબડાસા બેઠકના આપના ઉમેદવાર ગાયબ થઈ ગયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તેમણે વીડિયો બનાવી ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે