ચાલતા આંદોલનો વચ્ચે આપે ભાજપ પ્રહાર કર્યા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:10:11

2022 વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય પહેલી વખત ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ભાજપ અને આપ વચ્ચે સતત આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ગોપાલ ઈટાલીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.

આંદોલનનો લાભ ઉઠાવતી રાજકીય પાર્ટી

ચૂંટણી નજીક આવતા સરકાર પ્રેશરમાં આવી રહી છે. પડતર માગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો આ સુવર્ણ સમય લોકો સમજી રહ્યા છે. માગણીઓને લઈ અનેક લોકો વિરોધ પ્રદર્શન કરી સરકારનો ઘેરાવ કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારી, ખેડૂત, ભૂતપૂર્વ સૈનિકો પોતાની માગણીને લઈ સરકાર વિરૂદ્ધ બાયો ચડાવી દીધી છે. પોલીસ ગ્રેડ પેનો મુદ્દો માંડ શાંત પડ્યો છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ, ખેડૂતો તેમજ માજી સૈનિકો ધરણા કરી રહ્યા છે. આંદોલન વધતા આનો લાભ રાજકીય પાર્ટી લઈ રહી છે.

આપે આપી પ્રતીક્રિયા

વધતા આંદોલનો વચ્ચે પોતાની મતબેંકને બનાવા આપ પ્રયાસ કરી રહી છે. ધરણા કરી રહેલા લોકોની સાથે આપ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી પોતાની રાજનીતિ કરી રહી છે. ચાલતા આંદોલનો વચ્ચે ગોપાલ ઈટાલીઆએ નિવેદન આપ્યું છે કે જનતાને સુવિધા આપવાની વાત આવે, પોલીસ ગ્રેડપેની વાત આવે, સૈન્યના ભૂતપૂર્વ જવાનોને એમના અધિકાર આપવાની વાત આવે ત્યારે સરકાર એમ કહે છે કે અમારી પાસે રૂપિયા નથી, ત્યારે બીજી બાજૂ ધારાસભ્યોના ખરીદ-વેચાણ વખતે એમની પાસે કરોડો રૂપિયા આવી જાય છે.

ગુજરાતમાં બદલાઈ શકે છે રાજકીય સમીકરણ

ચૂંટણી નજીક આવતા ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. અનેક પ્રદર્શનકારી સરકાર વિરૂદ્ધ આંદોલનો ચલાવી, ભાજપ સરકારની ચિંતામાં વધારી રહ્યા છે. ત્યારે ભાજપને આ વખતે સરકાર બનાવામાં મુશ્કેલી પડશે કે સફળ થશે તે પરિણામ જ બતાવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે