પેટાચૂંટણી માટે પણ AAP-Congress વચ્ચે થઈ શકે છે ગઠબંધન, ભાજપ આ ઉમેદવારોને ઉતારી શકે છે પેટાચૂંટણી માટે.. જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-02-23 16:24:20

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે પેટાચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરી શકે છે. પેટાચૂંટણીને લઈ ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે.

વિસાદવદર બેઠક પરથી ઈસુદાન ગઢવી લડી શકે છે પેટાચૂંટણી!

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિજાપુરથી સી.જે.ચાવડાને ભાજપ પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ મળી શકે છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. તે ઉપરાંત વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ચૂંટણી મેદાને તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં મતોનું વિભાજન ના થાય તે માટે કોંગ્રેસ અને આપ એકસાથે ચૂંટણી લડી શકે છે. એવી માહિતી સામે આવી છે કે ઈસુદાન ગઢવીને વિસાવદરથી આપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. વિસાવદરથી ઈસુદાન ગઢવી પેટા ચૂંટણી લડી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.  



મતદાતાઓના તૂટતા હોય છે વિશ્વાસ જ્યારે ધારાસભ્ય આપે છે પદ પરથી રાજીનામું !  

લોકો મતદાન કરીને પોતાના જનપ્રતિનિધીને ચૂંટતા હોય છે. લોકો પાર્ટી તેમજ ઉમેદવારને જોઈ મતદાન સામાન્ય રીતે કરતા હોય છે પરંતુ જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે, પાર્ટીને છોડીને જતા રહે તો મતદાતાઓનો વિશ્વાસ તૂટી જતો હોય છે. છેલ્લા થોડા સમયથી આપના, કોંગ્રેસના તેમજ અપક્ષના ધારાસભ્યોના પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તેમને ભાજપ પેટાચૂંટણી માટે મેદાનમાં ઉતારી શકે છે. 



ભાજપ કોને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં? 

વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. તે સિવાય કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું તે સિવાય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને હવે તે ભાજપમાં જોડાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર બે પૂર્વ ધારાસભ્યો  ભાજપમાં જોડાયા છે તેમને પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. વાઘોડિયાથી ભાજપ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી શકે છે તો ભાજપ ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ આપી શકે છે. ભાજપ વિજાપુરથી સી.જે.ચાવડાને ઉમેદવાર બનાવશે તેવી માહિતી સામે આવી છે. વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ભાજપ ચૂંટણી મેદાનમાં એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. 

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે