આપના નેતા ગોપાલ ઈટાલિયાની ફરી અટકાયત, સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવાયા


  • Published By :
  • Published Date : 2023-04-17 17:04:35

આપના નેતા ગોપાલ ઈટાલિયાની ફરી એક વખત અટકાયત કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાની અટકાયત બાદ તેમને સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરવાના આરોપ હેઠળ ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.


ગોપાલ ઇટાલિયા પર આરોપ શું છે?


ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ફરિયાદ નોંધાઈ હતી. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂતકાળમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અંગે પણ 'બૂટલેગર' 'બૂટલેગર' તરીકે સંબોધન કર્યું હતું. તેમના સંબોધનના કારણે રાજકીય રીતે માહોલ ખૂબ જ ઉગ્ર બન્યો હતો. અરિહંત જવેલર્સ વાળા ભાજપના કાર્યકર પ્રતાપ ચોડવડિયા દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. પ્રતાપ ચોડવડિયાના જણાવ્યા પ્રમાણે  સી.આર પાટીલ તેમના આદર્શ છે અને ગોપાલ ઇટાલીયાએ તેમને માજી બુટલેગર કહેતા પ્રતાપ ચોડવડિયાની લાગણી દુભાઈ ગઈ છે.


ફરિયાદ થતાં માહોલ ગરમાયો 


ગોપાલ ઈટાલિયા રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને મુદ્દે સતત રાજ્યની ભાજપ સરકાર પર આક્રમક પ્રહારો કરતા રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું કે રાજ્યના ગૃહમંત્રી 'ડ્રગ્સ સંઘવી'નો ઉપયોગ કરતા હવે તેમની સામે કાયદાકીય લડત શરૂ થઈ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે