AAP નેતા અલ્પેશ કથિરીયા સુરતની વરાછા અને ધાર્મિક માલવિયાએ ઓલપાડ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-07 12:21:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણી  જાહેર થઈ ગઈ છે ત્યારે ત્યારે આમ આદમી પાર્ટી પણ તમામ મોરચે કોંગ્રેસ અને ભાજને ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટી  આજે વધુ એક ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું હતું .આ સાથે જ આમ આદમી પાર્ટીનું 11મું ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું હતું. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા સાથે સુરતમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 139 ઉમેદવાર જાહેર કર્યા છે. 


અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ક્યાંથી ચૂંટણી લડશે ?


આપના 12 ઉમેદવારોમાં સૌથી જાણીતા ચહેરા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા છે. પાસના આ બંને પૂર્વ નેતાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે અટકળો ચાલતી રહેતી હતી. જો કે આજે સ્પષ્ટ થઈ ગયું કે આ બંને નેતાઓ સુરતની બે વિધાનસભાની સીટ પરથી  ચૂંટણી લડશે. અલ્પેશ કથિરીયા વરાછા જ્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે