આપના નેતાએ વિક્રમ દંતાણીવાળા મુદ્દા પર પ્રતિક્રિયા આપી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:51:56

શું કહ્યું આપના નેતાએ ?

થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે આજે ભાજપની સભામાં ભાજપનો ખેસ અને ટોપી પહેરી જોવા મળ્યો. અને તે મુદ્દે આપના નેતા મનોજ સોરઠિયાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું, ઓટો ચાલક ભાજપની સભામાં જોવા મળતા વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે અમારા પર જે આરોપો લગાવાઈ રહ્યા હતા ખોટા હતા. તે દિવસે આને પ્લાનિંગ આધારિત ડિનર તરીકે અટકળો લગાવાઈ રહી હતી ખોટી હતી સાબિત થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન ભાવુક થઈને ઓટો ચાલકના આમંત્રણને સ્વીકાર્યું હતું અને પછી તેમના ઘરે ભોજન લેવાનો નિર્ણય કર્યો હતો.”

 

ભાજપ પર પ્રહાર !!!!

મનોજ સોરઠિયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું ભાજપ અત્યારે છબી બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આની સાથે તેમણે કેજરીવાલે આપેલી ગેરન્ટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મનોજ સોરઠિયાના મત મુજબ જનતાને પણ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ આવ્યો છે. વળી રિક્ષા ચાલક સહિત અન્ય નાના માણસોને તો ભાજપ ક્યારેય બોલાવતી પણ હોવાની ચર્ચા કરી હતી



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે